દિનેશ પુવાર મોડાસા
અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત ધાર્મિક સ્થળ શામળાજી ખાતે યોજાયેલ શામળાજી મહોત્સવ-2025નો બીજો અને અંતિમ દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ મહોત્સવમાં પ્રખ્યાત સંગીતકાર ઓસમાણ મીરના સુરોએ ભક્તિમય માહોલ સર્જ્યો હતો.આમીર મીરના ગીતોથી સૌના દીલ જીત્યા..બે દિવસ ચાલેલા આ મહોત્સવમાં દૂરદૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તિમય વાતાવરણમાં શામળિયા ભગવાનના મંદિર પરિસરમાં કલા, નૃત્ય અને ભક્તિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ઓસમાણ મીરના સુરોએ ભક્તોના દિલને સ્પર્શી લીધા હતા. તેમના ભજનો અને કીર્તનોએ ભક્તિમય માહોલ સર્જ્યો હતો. ભક્તો ઓસમાણ મીરના સુરો સાથે તાલ મિલાવીને ઝૂમી ઉઠ્યા હતા.શામળાજી મહોત્સવનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. ભક્તોની સુવિધા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ મહોત્સવમાં વિવિધ સ્ટોલ્સ પણ લગાવવામાં આવ્યા હતા.શામળાજી મહોત્સવનું આ સફળ આયોજન શામળાજીને એક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
બીજા દિવસે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક,જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ, જિલ્લા વિકાસ અધિકારી અને અધિકારી ઓ અને પદાધિકારી ઓ તેમજ મોટી સંખ્યમાં જનમેદની ઉપસ્થિત રહ્યા..

