સાબરકાંઠા પોલીસ
નાસતા ફરતા આરોપીઓ પકડવાની ટીમ નંબર-૪ સાબરકાંઠા જીલ્લા સુરક્ષા
હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે.ના ચોરીના ગુન્હામા છેલ્લા એક વર્ષથી નાસતા આરોપીને પકડી પાડતી નાસતા ફરતા આરોપીઓ પકડવાની
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ,ગાંધીનગર નાઓની સુચનાથી પોલીસ અધિક્ષકશ્રી, વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડવા અલગ અલગ ટીમો બનાવેલ તે અનુસંઘાને શ્રી પાયલ સોમેશ્વર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સાબરકાંઠાનાઓએ જરૂરી માર્ગદશન આપેલ તે અનુસંઘાને ટીમ નંબર ૪ તથા ૫ ના ઇન્ચાર્જ શ્રી ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્માનાઓએ ટીમ નંબર ૪ ના ઇન્ચાર્જ શ્રી એસ.જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેકટર નાઓને જરૂરી સુચના આપતા તેઓ તેમની ટીમ સાથે આ દિશામા સતત કાર્યશીલ હતા.
જે અનુસંધાને આજરોજ ટીમ નંબર ૪ ના ઇન્ચાર્જ શ્રી એસ.જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેકટર તેમની ટીમના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.પો.કો મીનેશભાઇ ડાહ્યાભાઇ બ.ન.૨૭૯ તથા અ.પો.કો કમલભાઇ રણજીતભાઇ બ.નં. ૨૮૫ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૩૦૦૨૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી રમેશભાઇ શકુરાભાઇ પારઘી રહે.સડા (સાદતો ફળો) તા.કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન વાળો હાલમા ખેડબ્રહ્મા બસસ્ટેન્ડ નજીક હોવાની બાતમી હકીકત આધારે શ્રી.એસ.જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા ટીમના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા સદરી આરોપી મળી આવતા તેની પુછપરછ કરતાં તેમજ ખાત્રી કરતા સદર આરોપી ઉપરોકત ગુન્હામાં નાસતા ફરતો હોવાનુ જણાઇ આવેલ
જેથી સદરી નાસતા ફરતા આરોપી રમેશભાઇ શકુરાભાઇ પારઘી રહે.સડા (સાદતો ફળો) તા.કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન વાળાને હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૩૦૦૨૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામે બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ હીંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી (૧) ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર (૨) એસ.જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેકટર (૩)અ.પો.કો પ્રવિણસિહ મકનસિહ બ નં-૧૨૧૩ (૪) અ.પો.કો. મિનેશભાઇ ડાહ્યાભાઇબ નં-૨૭૯ (૫)અ.પો.કો.કમલભાઇ રણજીતભાઇ બ નં-૨૮૫ (૬) અ.પો.કો કિશનભાઇ ગોવિંદભાઇ -૮૬૩ (૭)ડ્રા.પો.કો.જતીનભાઇ નટુભાઇ બ નં-૧૨૯
71
2
(ડી.આર.પઢેરીયા) પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન

