અમદાવાદ મેઘાણીનગર પ્લેન ક્રેશ માં હિંમતનગર ની પાયલ ખટીક નામની યુવતીનુ દુર્ઘટના માં અવસાન.

0

 



(સંજય ગાંધી - સાબરકાંઠા)

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરૂવારે બનેલી વિમાનની દુર્ઘટનામાં અંદાજે ર૦૦થી વધારે પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે ત્યારે તેમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં રહેતા પરિવારના કેટલાક સભ્યો દુર્ઘટનામાં ભોગ બન્યા બાદ તેમના કરૂણ મોત નિપજયા છે ત્યારે હિંમતનગરમાં રહેતી અને એમટેક કરવા માટે સામાન્ય પરિવારની રર વર્ષિય પાયલ પણ દુર્ઘટનામાં મોતને શરણ થઈ છે. તો બીજી તરફ સોમવાર સુધી સાબરકાંઠાના વહીવટી તંત્ર દ્વારા પાયલના પરિવારનો કોઈ સંપર્ક કરાયો ન હોવાનો આક્ષેપ ખુદ તેના પિતાએ કર્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ મીનાક્ષી વિલા ફ્લેટમાં ચોથે માળે પાયલ ખટીક, તેના પિતા, બહેન અને ભાઈ સાથે છેલ્લા આઠ વર્ષથી રહે છે. જોકે પાયલ ભણવામાં તેજસ્વી હોવાને કારણે તેણીએ ધો.૧ર સુધીનો અભ્યાસ હિંમતનગરમાં પૂર્ણ કર્યા બાદ બીટેક કરવા માટે ઉદેપુરની એક કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. બીટેક પૂર્ણ કર્યા બાદ પાયલ હિંમતનગર આવીને રહેતી હતી.તો બીજી તરફ પાયલને એમટેક કરવું હતું જેથી પોતાની સુઝબુઝથી લંડનમાં એમટેક કરવાનું નક્કી કર્યું હતું. તેના માટે ઓનલાઈન વિગતો મેળવીને લંડન જવાની ફાઈલ તૈયાર કરી હતી.

જેના ફળસ્વરૂપે પાયલને લંડનની કોઈ કોલેજમાં એડમીશન કન્ફોમ થયા બાદ તેણી ગુરૂવારે અમદાવાથી લંડન જતી ફલાઈટની ટીકીટ હોવાથી આખો પરિવાર એરપોર્ટ પર મુકવા ગયો હતો. જયાં એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચી પાયલ ખટીકે પરિવારને સ્મિત સાથે આવજો કહયું હતું પરંતુ પાયલને કયાં ખબર હતી કે આ આવજો શબ્દને પરિવારજનો હંમેશ માટે યાદ રાખીને પાયલના સંસ્મરણોને વાગોળશે.

પરિવારજનો પાયલને એરપોર્ટ મુકીને હિંમતનગર પરત આવી રહયા હતા ત્યારે અમદાવાદમાંથી બહાર નિકળ્યા ત્યારે લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.


જેથી આખો પરિવાર પાછો એરપોર્ટ નજીક બનેલ ઘટના સ્થળે પહોંચી ગયો હતો પરંતુ તમામ મુસાફરો સખ્ત રીતે દાઝીને વિક્રૂત થઈ ગયા હોવાને કારણે પાયલને ઓળખી શકયા ન હતા. તેમ છતાં બીજે મેડીકલ કોલેજમાં લગભગ સાંજના સુમારે ડીએનએ માટે સેમ્પલ આપ્યા હતા. જેનો રીપોર્ટ જયારે આવે ત્યારે પાયલના અસ્થિ પાયલના પરિવારે મળે તેવી શકયતા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)