મામા પીપલા ગામે શિક્ષણમાં ચેડા શિક્ષકો રોજ વહેલા ઘરે, પ્રિન્સિપાલ મૌન

0


  મામા પીપલા ગામે શિક્ષણમાં ચેડા શિક્ષકો રોજ વહેલા ઘરે, પ્રિન્સિપાલ મૌન

અહેવાલ ક્રિષ્નવદનસિંહ પુવાર 


પોશીના (સાબરકાંઠા):

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના મામા પીપલા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષણ વ્યવસ્થામાં ગંભીર બેદરકારી સામે આવી છે. ગામના વાલીઓ અને સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે શાળાના શિક્ષકો સ્કૂલનો સમય પૂરો થયા પહેલા જ રોજના ઘરે જતા રહે છે.


સ્થાનિક વાલીઓએ જણાવ્યું કે —


> “આ તો રોજનું છે, બાળકોને અર્ધા સમયમાં જ ઘરે મોકલી દેવામાં આવે છે. શિક્ષકોને શિક્ષણમાં રસ નથી અને શાળાની હાજરીમાં પણ ગડબડ હોય તેવું લાગે છે.”




જ્યારે રિપોર્ટરે શાળાના પ્રિન્સિપાલને આ અંગે પૂછ્યું, ત્યારે તેઓએ સ્પષ્ટ જવાબ આપવા ટાળ્યો અને “અલ્લાહ તલ્લા” કરતા બહાર નીકળી ગયા.


ગ્રામજનોની માંગ છે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPEO) અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તાત્કાલિક તપાસ કરી શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવે.


સ્થાનિક વાલીઓએ આ મુદ્દે શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત કરવા અને જરૂર પડશે તો RTI અરજી મારફતે હાજરી રેકોર્ડ અને તપાસ રિપોર્ટ માંગવાની તૈયારી બતાવી

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)