ખેબ્રહ્મામાં પોલીસ ને ફરીથી છેલ્લા પાંચેક વર્ષથી બાકી આરોપીઓની પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ
ગાંધીનગર નાયબ પોલીસ મહાનીરિક્ષક અધિકારી દ્વારા તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ દ્વારા નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી લેવામાં સૂચન કરવામાં આવ્યું હતું તે સંદભૅ શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ ઇડર નાઓએ સીધા માર્ગદર્શન હેઠળ સાહેબ શ્રી ડી.આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાઓ એ પોલીસના માણસોએ આ દિશામાં સતત વોચ તથા તપાસ કરી રહ્યા હતા. આવા ઈસમોને પકડી પાડવા સૂચનાઓ આપવામાં આપેલ હતી જેના આધારે પોલીસ અધિકારીઓ દ્વારા બાતમીને હકીકત મળેલ જેથી આરોપીને પકડવામાં પોલીસ છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા પકડવાના બાકી આરોપી જીતેન્દ્ર ઉર્ફે જેકી ઓમ પ્રકાશ હેરૂવાલા (મોદી) રહે ઉમિયા નગર રખેવાળ ડ્રેસ ની પાછળ તા ડીસા બનાસકાંઠા વારો પોતાના વતન માટે ડીસા ખાતે આવેલ છે. જેની બાતમી આધારે તેમના અલગ અલગ માણસો મોકલી આપવા સદર આરોપીઓ મળી આવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આમાં છેલ્લા પાંચેક વર્ષથી પ્રોહીબીશન ના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મેળવી હતી.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) ડી.આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા. પો.સ્ટે
(૨) અ.હે.કો ધર્મેશકુમાર નટવરભાઈ ખેડબ્રામા પોલીસ સ્ટેશન
(૩) અ.પો કોન્સ દિલીપભાઈ રણછોડભાઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન
(૪) આ.પો.કો અક્ષય કુમાર પોપટભાઈ પોલીસ સ્ટેશન

