દેવપુરા નવ જાગીરદાર રાઠોડ રાજપૂત સમાજ સ્નેહમિલન તથા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ 2025 ભવ્ય રીતે યોજાયો
સ્થળ: દેવપુરા
તારીખ: 2025
અહેવાલ- ચૌહાણ વિહુસિંહ હિંમતનગર
નવ જાગીરદાર રાઠોડ રાજપૂત સમાજ દ્વારા સ્નેહમિલન તથા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ 2025 ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહેમાનો, આગેવાનો, વડીલો, યુવાનો, બહેનો, માતાઓ, વિદ્યાર્થીઓ, નિવૃત્તિ કર્મચારીઓ અને નવનિયુક્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌની ઉપસ્થિતિ અને સહભાગિતાથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
શ્રી નાગણેશ્વરી સંસ્કાર તીર્થ ટ્રસ્ટ દેવપુરા મંદિર સમિતિ તરફથી તમામ ઉપસ્થિત મહેમાનો તથા સહયોગીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો.
કાર્યક્રમને સફળ બનાવવા આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓ, રાત-દિવસ મહેનત કરનાર યુવા કાર્યકરો, સુચારૂ સંચાલન કરનાર એમ.એમ. રાઠોડ સાહેબ, વિડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી ટીમ, ભાષણ આપનાર દીકરીબાઓ તથા તન, મન અને ધનથી સેવા આપનાર સર્વેને સમિતિએ અભિનંદન અને આભાર પાઠવ્યો.
આ પ્રસંગે સૌએ સામાજિક એકતા, સંસ્કાર અને નવી પેઢીને પ્રેરણા આપતા ભાવ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

