હિંમતનગર શહેરમાં “ઓટો કન્સલ્ટ” ધંધામાં રોકડ વ્યવહાર તંત્ર નિદ્રામાં
રિપોર્ટર- વિહુસિંહ ચૌહાણ હિંમતનગર
9723957778
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી “ઓટો કન્સલ્ટ” નામે અનેક વાહન સંબંધિત કન્સલ્ટન્સી ઓફિસો ધમધમતી જોવા મળી રહી છે. આ કન્સલ્ટન્સી સેન્ટરો વાહન ફાઇનાન્સ, ટ્રાન્સફર, ઇન્સ્યોરન્સ, RTO પાસિંગથી લઈને લોન કન્સલ્ટિંગ સુધીની સેવાઓ આપે છે — પરંતુ મોટાભાગના વ્યવહારો રોકડમાં (Cash Transaction) થવાના કારણે ચકચાર મચી છે.સ્થાનિક સ્તરે પ્રાપ્ત માહિતી મુજબ, કેટલાક “Auto Consult” ધંધાર્થીઓએ કોઈ પણ પ્રકારની GST રજીસ્ટ્રેશન કે બિઝનેસ લાઇસન્સ લીધા વિના જ લાખો રૂપિયાનું કેશ ધંધું શરૂ કર્યું છે. આ ધંધા દ્વારા ફાઇનાન્સ કંપનીઓ અને ગ્રાહકો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી, મોટો નફો કમાય છે.પરંતુ સરકારને કોઈ ટેક્સ ચુકવ્યા વિના.નિયમ મુજબ શું ફરજિયાત છે₹20 લાખથી વધુના ટર્નઓવર ધરાવતા કન્સલ્ટન્સી બિઝનેસ માટે GST Registration ફરજિયાત છે.રોકડમાં ₹2 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવું Income Tax Actની કલમ 269ST મુજબ દંડનીય ગુનો છે વાહન કન્સલ્ટન્સી સેવાઓ માટે Shop and Establishment License, PAN–GST નંબર, અને Proper Invoice System જરૂરી છે.જો ગ્રાહક પાસેથી કેશમાં રકમ લઈ અને બિલ ન આપ્યું હોય તો તે Tax Evasion (કરચોરી) ગણાય છે.GST વિભાગની ચકાસણીની જરૂર તાજેતરમાં જ હિંમતનગરમાં GST વિભાગે તહેવાર પહેલાં વેપારીઓ સામે ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. પરંતુ ઓટો કન્સલ્ટ સેક્ટરમાં હજુ સુધી કોઈ વિશેષ તપાસ શરૂ થયાની માહિતી નથી. નાણાં વિભાગ અને રાજ્ય કર વિભાગે આવા કેશ વ્યવહારો પર તાત્કાલિક તપાસ હાથ ધરીને ટેક્સની ગેરરીતિઓને રોકવી જરૂરી બની છે.જનહિત માટે પ્રશ્નો ઉઠે છે શું આવા “Auto Consult” ધંધાર્થીઓ પાસે કોઈ માન્ય લાઇસન્સ છે?ગ્રાહકો પાસેથી વસુલાતી રોકડ રકમનો હિસાબ ક્યાં દાખલ થાય છે શું આ કન્સલ્ટન્સી મારફતે ફાઇનાન્સ કંપનીઓને પણ નફો પહોંચાડવાનો ગેરકાયદેસર ચક્ર ચાલે છે

