ઉપરોક્ત ટીમ ગઇ તા.૦૨/૦૬/૨૦૨૫ ના રોજ રાજેન્દ્રનગર થી ગાંભોઈ-હિંમતનગર હાઇવે રોડ ઉપર સરકારી/ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં

0


રિપોર્ટર કમલેશ સિંધી
  દરમ્યાન રાયગઢ રેલ્વે બ્રીજ નજીક આવતાં હે.કોન્સ. વિનોદભાઈ તથા પો.કો. પ્રહર્ષકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે, “એક ગોલ્ડન કલરની હોન્ડા કંપનીની સીટી ગાડી નંબર GJ01KJ5925 માં એક ઇસમ વિદેશીદારૂનો જથ્થો ભરી શામળાજી રોડ તરફથી આવે છે અને હિંમતનગર હાઇવે તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે મોજે રાયગઢ રેલ્વે બ્રીજ ઉતરતાં ગાંભોઇ તરફ જતાં રોડ ઉપર સદર ઉપરોક્ત બાતમી મુજબની ગાડીની વોચમાં હતાં તે દરમ્યાન રાજેન્દ્રનગર બાજુથી ઉપરોક્ત બાતમી મુજબની ગાડી આવતાં તેને રોકવા પ્રયત્ન કરતાં ગાડીના ચાલકે ગાડી ઉભી રાખેલ નહી અને નાકાબંધી તોડી ચાલકે ગાડી હાઇવે રોડથી સર્વિસ રોડ તરફ ભગાડેલ સદર હોન્ડા સીટી ગાડીનો પીછો કરતાં ગાડીના ચાલકે રોડની બાજુમાં સદર હોન્ડા સીટી ગાડી મુકી ભાગી ગયેલ સદર પકડાયેલ હોન્ડા સીટી ગાડી જોતાં પાછળની સીટ વચ્ચે તથા ડેકીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુ/બિયરની અલગ અલગ બ્રાન્ડની કુલ્લે બોટલ/ટીન નંગ - ૭૯૨ કુલ કિ.રૂ.૨,૫૦,૭૫૨/- નો પ્રોહિ મુદ્દામાલ મળી આવેલ તથા હોન્ડા સીટી ગાડી નંબર GJO1KJ5925 ની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪,૫૦,૭૫૨/- નો મળી આવતાં જે બાબતે વિરૂધ્ધ ગાંભોઇ પો.સ્ટે. સી. પાર્ટ નં.૧૧૨૦૯૦૧૪૨૫૦૩૩૪/૨૦૨૫ ઘી ગુજરાત પ્રોહિ એકટ ક. ૬૫એઇ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ગાંભોઈ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)