શામળાજી ગઢડા ગામ આયુષ્યમાન આરોગ્ય મંદિર અવારનવાર બંધ – ગ્રામજનોમાં નારાજગી
શામળાજી ગઢડા ગામમાં આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર છેલ્લા ઘણા સમયથી અવારનવાર બંધ હાલતમાં મળી રહ્યું છે. જેના કારણે ગામલોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
મેળતા માહિતી મુજબ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) નિયમિત રીતે ફરજ પર હાજર રહેતા ન હોવાથી ગામના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોથી પીડાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
દર્દીઓએ જણાવ્યું હતું કે
- રોજની દવાઓ માટે વારંવાર હોસ્પિટલ જવું પડે છે
- ચેકઅપ માટે દરવાજા પર તાળું જ મળે છે
- તાકીદના સમયમાં પણ કોઈ સ્ટાફ ન મળતા જીવના જોખમ જેવી સ્થિતિ ઉભી થાય છે
સ્થાનિક લોકો આરોગ્ય વિભાગને તાકીદે કાર્યવાહી કરવા અને CHO ની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે.

