અહેવાલ બીપીનભાઈ જોષી સાબરકાંઠા
ખેરોજ : ખેરોજ પોલીસ સ્ટેશન ના ગુન્હા માં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને ખેરોજ પોલીસ ટીમ ને સફળતા મળી*
ખેરોજ પોલીસ ટીમ ને છ માસથી નાસતા ફરતા આરોપીને ખેરોજ પોલીસ ને હાથ લાગ્યો. નાયબ પોલીસ મહાનિરીક્ષક સા. શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ દ્વારા તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓની સુચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવાનો સૂચન કરવામાં આવ્યું હતું ત્યારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ના ઓના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન સાથે પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન સાથે વિરેન્દ્રકુમાર અતુલભાઇ ને ખાનગી રાહે બાતમીની હકીકત મળી હતી કે ખેરોજ પોલીસ સ્ટેશન માં ગુનાહિત નો આરોપી પાર્ટ.બી ગુના નંબર 1120900 3240218/2024 ધી આર્મ્સ એક્ટ હેઠળ તથા કલમ 135 મુજબ ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી સોએબખાન શમશેરખાન પઠાણ ઉંમર 26 રહે.કોટડા છાવણી cid ઓફિસ ની બાજુમાં તા.કોટડા છાવણી જી ઉદેપુર રાજસ્થાન વાળાને પકડવાનો બાકી હોય અને જે કોટડા ગાડી તરફથી એક eeco ગાડીમાં બેસીને લાંબડીયા તરફ આવી રહ્યો હતો. જે હકીકત આધારે લાંબડીયા ખાતે માલવાસ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક eeco ગાડી આવતા જેને ઉભી રાખી ચેક કરતા. જેને ગાડીમાંથી નીચે ઉતારીને નામઠામ પૂછપરછ કરતા તેને પોતાનું નામ શોએબખાન તુમ શેર ખાન પઠાણ હોવાનું જણાવતા ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાથી કબુલાત કરતા લાંબડીયા થી ખીરોજ પોલીસ સ્ટેશન ખાતે લાવી અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી આમ નાસતા ફરતો આરોપીને પકડવામાં ખેરોજ પોલીસ ને સફળતા મળી હતી.

