અહેવાલ_બીપીનભાઈ જોષી
ખેબ્રહ્મામાં થી પીરાણા બપોરની બસ બંધ કરતા યાત્રાળુઓ આક્રોશખેડબ્રહ્મા થી પીરાણા બપોરની બસ બંધ કરાવતા યાત્રાળુઓમાં આક્રોશ થી કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા દ્વારા અપાયેલો આવેદનપત્ર અમદાવાદની નજીક તીર્થધામ પ્રેરણાપીઠ આવેલ હોય જે જગ્યાએ દરરોજ ખેડબ્રહ્મા થી પીરાણા બપોરના સાડા ત્રણ કલાકે એસટી બસ છેલ્લા કેટલાક સમયથી ચાલુ છે જેને અચાનક બંધ કરી દેવાથી સમગ્ર વિસ્તારમાં ખૂબ જ આક્રોશ વ્યાપેલ જેના અનુસંધાને આજે ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકાના મંત્રીશ્રી દિનેશ પી પટેલ સાથે પ્રતિનિધિ મંડળ એસટી ડેપો મેનેજર શ્રી ખેડબ્રહ્મા તથા કર્મચારીશ્રીઓને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવેલ જેમાં તાત્કાલિક આ બસ ચાલુ કરવી તેમ જ સવારની પીરાણા બસ તથા સાંજની બસ ઘણીવાર ખોટકાઈ જવાથી યાત્રાળુઓ પરેશાન થાય છે જે અંગે ડેપો મેનેજર્ સાહેબ શ્રી એ બે દિવસમાં એસટી બસ ચાલુ કરવા અને હવે પછી બંધ નહીં કરવા તેમજ સારી બસ મુકવા અંગે ખાતરી આપી હતી.આ એસટી બસ અંગે પ્રેરણાપીઠ તીર્થધામના પરમ પૂજ્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ શ્રી દ્વારા પણ ખેડબ્રહ્મા ડેપો મેનેજર શ્રી તેમજ હિંમતનગર અને ગાંધીનગર કક્ષાએ તેમજ ભારતીય જનતા પક્ષ કાર્યાલય કમલમ ખાતે પણ રજૂઆત કરવામાં આવેલ છે. અહેવાલ_બીપીનભાઈ જોષી

