.
આજની પેઢીના મિત્રોએ "હાટડી" જોઈ નહિ હોય !! કદાચ આપણી પેઢીના મિત્રોએ પણ ન જોઈ હોય એવું પણ બને !!!
શાળામાં ભણવામાં "ટોકરકાકાની હાટડી" કે એવો કોઈ પાઠ ભણવામાં પણ આવતો એવું આછું આછું યાદ આવે છે પણ આપણા ગામડાઓમાં કેવી હાટડીઓ હતી તેની તાદ્રશ્ય તસ્વીર હાથે ચડી ને એ શેર કરવાનું ભૂલી જાઉં એ પહેલા મૂકી જ દઉં
આપણે પણ ભણ્યા છીએ કે પૂર્વે "વિનિમય" થતું એટલે કે નાણાં (કરન્સી) વ્યાપક નહોતી બની ત્યારે વસ્તુ સામે વસ્તુ આપી તેનું મૂલ્ય આંકી ખરીદી થતી અને તોયે પ્રજાનો વ્યહવાર ચાલતો !! કોઈ કાળા નાણાંનો પ્રશ્ન નહિ,કોઈ નોટબંધી કરવાનો પ્રશ્ન નહિ.!!
હા,એવું થાય ને કહેવાતું પણ કે "ચા વિના ચેન પડે નહિ....મન એનું મૂંઝાય....લીલોછમ બાજરો લઇ હાટડીએ ચાલ્યો જાય....ચા,ખાંડ લઇ આવે ત્યાં દૂધના સાંધા થાય...."
એ સ્થિતિમાં હજીપણ કોઈ ખાસ ફેર નથી પડ્યો હો....પડ્યો છે ?

