તલોદના ઉજેડીયા પાસે ઈન્ડિયન ઓઈલ પંપ ઉપર બુકાનિધારી પાંચ યુવાનોએ ચપ્પાની અણીએ ચલાવી લૂંટ

0

 


તલોદના ઉજેડીયા પાસે ઈન્ડિયન ઓઈલ પંપ ઉપર બુકાનિધારી પાંચ યુવાનોએ ચપ્પાની અણીએ ચલાવી લૂંટ

અંદાજે રોકડ રૂ.૧૫ હજારની લૂંટ ચલાવી પાંચેય ઈસમો થયા ફરાર 

સમગ્ર લૂંટની ઘટના પેટ્રોલ પંપના સીસીટીવીમાં થઈ કેદ 

સ્થાનિક પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી સામે ઉઠયા સવાલ..




અમદાવાદ-મોડાસા સ્ટેટ હાઈવે ઉપર મધરાત્રે દિલધડક લૂંટની ઘટના પ્રકાશમાં આવતા હાઈવે ઉપરના નાના-મોટા ધંધાદારી, હોટલ, રેસ્ટોરન્ટ અને હાઈવે ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં લૂંટની ઘટનાના ઘેરા પ્રત્યાયાત પડયા છે.બે ટુ વ્હીલર ઉપર આવી ચડેલ પાંચ જેટલા બુકાનિપારી લબરમુછીયા યુવાનોએ પેટ્રોલ પંપ ઉપર ચપ્પાની અણીએ અંદાજે રોકડ રકમ રૂ.૧૫ હજારની લૂંટ કરી પંપના કર્મચારી સાથે ઝપાઝપી કરી ફરાર થઈ ગયાની સમગ્ર ઘટના પંપના સીસીટીવી કુટેજમાં કેદ થઈ જવા પામી છે.


પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ-મોડાસા સ્ટેટ હાઈવે ઉપર આવેલ તલોદના ઉજેડીયા ત્રણ રસ્તા નજીક ઈન્ડિયન ઓઈલનો પેટ્રોલ પંપ આવેલો છે. આ પંટ્રોલ પંપ ઉપર રવિવારે રાત્રીના ૧૧-૪૦ થી ૧૨-૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન બે બાઈક ઉપર પાંચ જેટલા યુવાનો મોંઢાના ભાગે રૂમાલ બાંધી ધસી આવી લૂંટ અને તસ્કરી કરવાનો મલિન ઈરાદો પાર પાડવા પાંચેય યુવાનો ઈન્ડિયન ઓઈલ પંપની ઓફીસમાં ધસી જઈ ઓફિસમાં રહેલ ટેબલના ડ્રોવરના ખાન,તિજોરી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો.જે દરમ્યાન પેટ્રોલ પંપના કર્મચારી વિજયએ પ્રતિકાર કરતા પાંચેય યુવાનો કર્મચારી સાથે ઝપાઝપી કરી ચપ્પાની અણીએ ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અંદાજે રોકડ રૂ.પંદર હજારની દિલધડક લૂંટ કરી આંખના પલકારામાં ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.જે બનેલી લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે.ત્યારે સઘળી લૂંટના બનાવ અંગે તલોદ પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક તલોદ પોલીસ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. 


તલોદ પોલીસના નાઈટ પેટ્રોલીગ સામે ઉઠ્યા સવાલ ?


તલોદના ઉજેડીયા નજીક પેટ્રોલપંપ ઉપરથી બાઈક ઉપર આવેલ પાંચ જેટલા ઈસમો પંપનો કર્મચારી કંઈ પણ વિચારે તે પહેલા ચપ્પાની અણીએ ડરાવી, ધમકાવી ઝપાઝપી કરીને રોકડ રૂ.૧૫ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક તલોદ પોલીસના નાઈટ પેટ્રોલીગની કામગીરી સામે સવાલ ઉઠયા છે.


રિપોર્ટર : જીતુભા રાઠોડ તલોદ

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)