આજ રોજ પ્રા. આ.કેન્દ્ર ચાંદરણી ના આયુષમાન આરોગ્ય મંદિર મેડિટીમ્બા ના અંતરિયાળ ગામ નોખી મુકામે

0


અહેવાલ_નાગેશસિંહ ઝાલા 

આજ રોજ પ્રા. આ.કેન્દ્ર ચાંદરણી ના આયુષમાન આરોગ્ય મંદિર મેડિટીમ્બા ના અંતરિયાળ ગામ નોખી મુકામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ડૉ. રાજ સુતરિયા , જિલ્લા સદસ્ય શ્રીમતી સલમાબેન અસારી, જયેશભાઇ પંડ્યા, THV નયનાબેન, તથા રોહિતભાઈ ની હાજરી માં *SBCC* સામાજિક વર્તણુક પરિવર્તન સંચાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં એનેમિયા, વ્યસનમુક્તિ, બિન ચેપી રોગો અંગે વિસ્તૃત માં માહિતી આપવામાં આવી. જેમાં સગર્ભા બહેનો, બાળકો, ઓછા વજન અને BMI વાળા સગર્ભા બહેનો, કિશોરીઓ,બાળકો તથા મોટી સંખ્યા માં ગ્રામજનો એ હાજરી આપી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરિયા સાહેબ દ્વારા સરકારી સંસ્થા ખાતે સુવાવડ કરાવનાર બહેનો નું વિશેષ સમ્માન કરવામાં આવ્યું તથા દરેક અતિ જોખમી સગર્ભા બહેનો એ GMERS મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે ડિલિવરી કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ માં આયુષમાન આરોગ્ય મંદિર મેડિટીમ્બા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંદરણી ના સ્ટાફ દ્વારા વિસ્તૃત સમજ આપી સામાજિક વ્યવહાર પરિવર્તન સંચાર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)