અહેવાલ_ ક્રિષ્નવદનસિંહ પુવાર
દેશ 26 મી જાન્યુઆરી ની ઉજવણી માં છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની સરકારી કચેરીઓ અને ગ્રામ પંચાયતો ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે
વિજયનગર જનસેવા કેન્દ્રમાં રેવન્યુ તલાટી અને ઓપરેટર રૂ.૧૫૦૦ની લાંચ લેતા પકડાયા
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે મામલતદાર કચેરીમાં ઈધરા કેન્દ્રમાં ફરજ બજાવતા વર્ગ ૩ ના રેવન્યુ તલાટી તથા કોમ્પ્યુટર ઓપરેટરે જનસેવા કેન્દ્ર ખાતે ઇસ્ટેમ્પની કામગીર કરાવવા માટે એક જાગૃત નાગરિક પાસેથી તબક્કાવાર અંદાજે રૂપિયા ૫૭૦૦ની લાંચ માંગી હતી. ત્યારબાદ આ જાગૃત્ત નાગરિકે પ્રથમ રૂપિયા ૧ હજાર અને બીજી વખત રૂપિયા ૨૭૦૦ની માંગણી કરતા આ જાગૃત્ત નાગરિકે રકમ આપી હતી. તો બીજી તરફ ગુરૂવારે રેવન્યુ તાલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરે વધુ રૂપિયા ૧૫૦૦ની લાંચ માંગતા જાગૃત્ત નાગરિક આપવા માંગતા ન હતા. જેથી તેમણે એન્ટીકરપ્શન બ્યુરોમાં જઇ લાંચનું છટકુ ગોઠવ્યુ હતુ. ત્યારબાદ સાબરકાંઠા એસીબીના પોલીસ ઈન્સ્પેકટરે આ બન્ને જણાને રૂપિયા ૧૫૦૦ની લાંચ લેતા ઝડપી લીધા હતા.આ અંગેની વિગત એવી છે કે એક જાગૃત્ત નાગરિક પાસેથી વિજયનગર જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા ઇસ્ટેમ્પિંગ કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેન્દ્રભાઇ અમરાજી સોલંકી અને રેવન્યુ તલાટી વર્ગ ૩ ના મહાવીર અર્જુનભાઈ અસારી એ જાગૃત્ત નાગરિક પાસેથી રૂપિયા ૧૫૦૦ની લાંચ લેતા બન્ને એસીબી ના પીએસઆઈ એ ઝડપી લીધા હતા. સાબરકાંઠા જિલ્લાની જુદી જુદી સરકારી કચેરીઓ અને ગ્રામ પંચાયતો ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાની જુદી જુદી કચેરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની વ્યાપક બુમો ઉઠી રહી છે હિંમતનગર સહિતજિલ્લા ભરમા તલાટીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચારવામાં કોઈજ કસર છોડવામાં આવતી નથી જેને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું જગ જાહેર હોવા છતાં ભ્રષ્ટાચારી કર્મચારીઓ અને તલાટીઓને નાથવા માટે કોઈ જ અસરકારક પગલાં લેવામાં આવતા નથી જેના કારણે સરકારી બાબુઓ અને તલાટીઓ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને પ્રજા ભ્રષ્ટાચારની ચુંગાલમાં પીસાઈ રહી છે.

