અત્યારે હું દરરોજ સાંજ સમયે એક બગીચામાં સિનિયર સિટીઝન્સ પાસે બેસવા જાઉં છું

0

સંજય શિયાદ "ફના"
 અત્યારે હું દરરોજ સાંજ સમયે એક બગીચામાં સિનિયર સિટીઝન્સ પાસે બેસવા જાઉં છું; મને ગમે છે. ઘણાં વૃદ્ધ લોકો ત્યાં આવે છે. હું ઘરેથી નાનકડી બેગમાં કપ અને ચા લઈ જાવ અને પછી મ્યુનિસિપાલિટીનાં બાકડે બેસીને ચા પીવું. ધારું તો ઘરે બેસીને પણ ચા પી શકું પરંતુ મને બહાર બગીચાનાં બાકડે બેસીને ચા પીવી ગમે છે. ઢળતી સાંજનાં આછાં આછાં અજવાળામાં ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે ! આખા દિવસનો થાક છૂ કરતાં ઊતરી જાય છે. મોટાભાગે તો અહીં મોટી ઉંમરનાં વૃદ્ધો જ આવે છે પણ અમુક યુવાન પ્રેમીઓ પણ આવે છે. અમુક વંઠેલ પ્રેમીઓ એકબીજાનાં હાથમાં હાથ નાખીને બેઠા હોય છે. બસ આ લોકોને મારે એટલું જ કહેવું છે, તમારે જે પણ કરવું હોય એ બધું ઘર પર કરો... અહીં પબ્લિકમાં અશ્લિલ વર્તન કરવું વાજબી નથી. વૃદ્ધો અને મારા જેવા ખાનદાની લોકો શરમમાં મૂકાઈ જતાં હોય છે. જાહેરમાં અશ્લિલ હરકતો કરનાર લોકોને મોડર્ન ન કહેવાય પણ મૂર્ખ કહેવાય. એટલું જ નહીં એ લોકો અહીં પોતાનાં ઘરનાં સંસ્કાર જાહેર કરતાં હોય છે. આપણાં વર્તન પર આપણાં સંસ્કાર નિર્ભર હોય છે. સમજાય તેને વંદન! 


સંજય શિયાદ "ફના"

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)