રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને ટ્રક ગાડી સાથે પકડીપાડતી

0


 રિપોર્ટ_સંજય ગાંધી સાબરકાંઠા

રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને ટ્રક ગાડી સાથે પકડી દારૂ બોટલ નંગ-૧૨૧૨ કિ.રૂ.૯,૭૧,૪૭૨/-, મોબાઇલ, રોકડ, કવરીંગ માટેનો સામાન વિગેરે મળી કુલ કિં.રૂ.૪૭,૮૨,૧૬૪/૬૨ નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા I/Cપોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહીલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે શ્રી કે.સી.બ્રહમભટ્ટ, પો.સ.ઇ. પેરોલ ફર્લો/એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. અમરતભાઇ તથા ટેકનીકલ એ.એસ.આઇ. સચીન તથા અ.પો.કો. વિક્રમસિંહ તથા પો.કો.ઇન્દ્રસિંહ તથા ડ્રા.પો.કો. યશવંતસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.


ઉપરોકત ટીમના માણસો તા.૧૪/૦૬/૨૦૨૫ નારોજ ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફર્લોની કામગીરી સંબંધે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગામડી નજીક આવતાં પો.ઇન્સ.શ્રી એસ.એન.કરંગીયા સાહેબ તથા શ્રી કે.સી. બ્રહમભટ્ટ, પો.સ.ઈ. પેરોલ ફર્લો/ એલ.સી.બી. નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, "એક છીંકણી કલરની અશોક લેલન્ડ કંપનીના ટ્રક નંબર GJ-33-T-4531 ની શામળાજી તરફથી પતંજલીના બોક્સની આડાશમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ થઇ રાજકોટ તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે શામળાજી અમદાવાદ હાઇવે રોડ ગામડી ગામની સીમમાં શ્રી મેવાડ જોગણીયા દાલબાટી હોટલ નજીક નાકાબંધી કરેલ દરમ્યાન શામળાજી તરફથી બાતમી મુજબની છીંકણી કલરની અશોક લેલન્ડ કંપનીની ટ્રક નંબર GJ-33-T-4531 ની આવતા સરકારી વાહનની આડશ કરી રોડ બ્લોક કરી રોકી ચેક કરતાં તેમાં એક ઇસમ હોઇ તેને પુછતાં ગાડીની અંદર પતંજલી કંપનીના બોક્સની આડાશમાં ઇંગ્લીશ દારૂની પેટીઓ ભરેલ હોવાનું જણાવતા ગાડીમાં પતંજલી કંપનીના વિવિધ પ્રોડક્ટસના નાના મોટા બોક્સ તથા પ્લાસ્ટીકના થેલાઓની આડાશમાં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોય જે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ રાખવા અંગે પાસ પરમીટ માગતાં તે ન હોઇ ગાડીમાંથી મળી આવેલ વિદેશી દારૂની પેટી નંગ-૧૦૧ બોટલ નંગ-


૧૨૧૨ કિ.રૂ.૯,૭૧,૪૭૨/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૩૧૦/- તથા બિલ્ટી કિ.રૂ.00/- તથા ટ્રક ઉપર ઢાંકેલ ટાટપતરી નંગ-૧ કિ.રૂ.૧૦૦૦/- તથા રસ્સી નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા પતંજલી ફુડ એન્ડ હર્બલ પ્રોડક્ટસના નાના-મોટા બોકસ/થેલા નંગ-૫૪૨ કિ. રૂ.૨૮,૦૩.૮૮૨/૬૨ તથા ટ્રક નંબર GJ-33-T-4531 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૭,૮૨,૧૬૪/૬૨ નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર. નં.૧૧૨૦૯૦૧૪૨૫૦૩૬૫/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૮૧,૮૩ મુજબનો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)