રિપોર્ટ ચીફ એડિટર ગુજરાત આદેશ સમાચાર
સાબરકાંઠા અપડેટ
કાનડા ગામમાં તંત્ર ની બાજુમાં જ આવેલી આંગણવાડી ની આજુ બાજુએ જાળી અને ઉકરડા જોવા મળ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાનડા ગામમાં નંદઘર ગંદઘર જેવી સ્થિતિ જોવા મળી
હિંમતનગર તાલુકાના કાનડા ગામે વિકાસની વાતો ખાલી કાગળ ઉપર જ રહી ગઈ આખું ગામ ઘરવેરા ભરી ભરીને થાકી ગઈ છતાં પણ પાયાની સુવિધા હજુ સુધી આ ગ્રામજનોને મળી નથી મળી.સ્ટ્રીટ લાઈટ થી લઈને ગટર લાઈનો જેવી સુવિધાઓ પણ ક્યાંય જોવા મળતી નથી ખાલી કાગળ ઉપર જ જોવા મળી રહી છે. ગામમાં અમુક લોકો ટીડીઓ સુધી રજૂઆતો કરી છતાં પણ આ ગામમાં હજુ સુધી વિકાસ થયો જ નહીં ગ્રામજનોનું કહેવું છે અમારું ગામ આખે આખું ગામ ભાજપ સાથે જોડાયેલું છે છતાં વિકાસ શૂન્ય ભાજપના ઝંડા લઈને ફર્યા છતાં પણ અમારા ગામમાં ઈમરજન્સી ડીલેવરી અથવા અકસ્મિત સમય 108 સમયસર પહોંચી શકે તેવા રોડ રસ્તા પણ નથી અથવા ગામમાં કોઈ કારણોસર આગ જેવા કોઈ બનાવ બને તો ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી શકે તેમ નથી તો આ કાનડા ગામ વિકાસના નામે હાલમાં ગામમાં શૂન્ય સુવિધાઓ જોવાઈ રહી છે તો ખરેખર આ તંત્રને આ ગામને ધ્યાને લઈને વધુ તપાસ કરે તેવી લોકોની માંગ કે આમ ગામમાં વિકાસ ન થવાનું કારણ શું શું અમારા ગામના લાભ બીજા ગામમાં જઈ રહ્યા છે તો કોની લાગવાથી જઈ રહ્યા છે આ પણ એક પ્રશ્ન છે.

