સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે બરોડા,અજમેર અને અમદાવાદ ડિવિઝનના રેલવેના પદાધિકારીશ્રીઓ સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રેલવેના પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજી સ્થાનિક લોકોના પ્રશ્નોના અનુસંધાને ચર્ચા વિચારણા કરી ત્વરિત નિરાકરણ લાવવા માટે સૂચન કર્યું.
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી રેલવેને થોડા સમય અગાઉ બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરણ કરવામાં આવ્યું હતું અને અનેક જગ્યાએ નવા ઓવરબ્રિજ અને અંદર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જોકે કેટલીક જગ્યાએ સ્થાનિકો અને ખેડૂતો ને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તથા હાલ ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાવાથી સમસ્યા સર્જાય છે તે માટે પણ અનેકગણી રજુઆતઓ મળી હતી.
આ બેઠકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકોની જે રજુઆત મળી હતી તેના અનુસંધાને ચર્ચા વિચારણા કરી સ્થાનિકો ને તકલીફ ના પડે તે માટે ત્વરિત નિરાકરણ માટે જરૂરી સૂચન કર્યું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી,ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા,પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, અમદાવાદ,બરોડા અને અજમેર ડિવિઝન ના પદાધિકારીશ્રીઓ,રેલવે કમિટીના સભ્યશ્રીઓ રાજુભાઈ પંચાલ,જયેશભાઇ વ્યાસ,અતુલભાઈ બ્રહ્મભટ્ટ, હિંમતનગર તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઇ પટેલ, તલોદ શહેર સંગઠન પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, તથા નરેન્દ્રસિંહ ઝાલા, તલોદ કોર્પોરેટર ગુણવતસિંહ સોલંકી હાજર રહ્યા હતા.

