અહેવાલ - સંજય ગાંધી સાબરકાંઠા
હિંમતનગરના વતની અને ચેતક કમાન્ડોમાં ફરજ બજાવતા યુવાનને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાયા.
હિમતનગર તા.૨૦
ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડોમા ફરજ બજાવતા હિંમતનગર શહેરાના ભોલેશ્વર ગામના વતની રાકેશકુમાર બાબુભાઈ જાદવને તેમની ફરજ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ મેડલ તથા જીવન રક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.કમાન્ડો રાકેશ ભાઈએ સિવિલ હોસ્પિટલમાં એક દર્દી ચોથા માળેથી આપઘાત કરી રહ્યો હતો તેને જીવના જોખમે બચાવી તેનો જીવ બચાવ્યો હતો ઉપરાંત રાજ્યમા થયેલ હોનારત સમયે પણ તેમને ઘણી એવી પ્રશંસનીય કામગીરી કરી હોવાને લઈ ભારત સરકારે તેમને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરી સન્માનિત કર્યા ઉપરાંત જીવન રક્ષક એવોર્ડ પણ આપવામાં આવ્યો છે ગાંધીનગર જીલ્લા એસપી રવિ તેજા અને ડીવાયએસપી બી.એ.ચુડાસમાના હસ્તે કમાન્ડો રાકેશભાઈને બંને મેડલ એનાયત કરી સન્માનતી કરવામાં આવ્યા હતા.
વધુમાં રાકેશભાઈના પરિવામાં તેમના પિતા અને ભાઈ પણ પોલીસ દળમાં સેવા આપી છે એટલે તેમની પરિવાર દેશ સેવા સાથે જોડાયેલો છે.

