અહેવાલ - સંજય ગાંધી સાબરકાંઠા
શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો....
આજરોજ 21મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે. આજે શાળાના પટાંગણમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં આચાર્યશ્રી એસ.એસ.પટેલે વિદ્યાર્થીઓને યોગ દિવસ નું મહત્વ સમજાવ્યું અને સુંદર પ્રવચન આપ્યું. શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી વાય.આઈ.જોષી એ યોગ વિશે ની સમજ આપી તેમજ વિદ્યાર્થીઓ પાસે વિવિધ યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા. આજના કાર્યક્રમમાં સુપરવાઇઝર શ્રી પી.જે.મહેતા તથા સિનિયર શિક્ષકો શ્રી સી.આર.પટેલ, શ્રી જે.કે.લુણેશિયા, શ્રી એમ.એસ. પ્રજાપતિ, શ્રી બી.પી.પટેલ તથા તમામ સ્ટાફ મિત્રો અને બહેનો હાજર રહ્યા. આજે જિલ્લા કક્ષાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં વ્યાયામ શિક્ષક શ્રી કે.સી.વાઘેલા સાથે શાળાના 275 વિદ્યાર્થીઓ તથા 10 શિક્ષકોએ હાજરી આપી. લોકેશભાઈ પ્રજાપતિ, વિજયસિંહ, ફરમાન અલી દાવડા એ સુંદર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી નું કાર્ય કર્યું હતું.

