રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને કમાન્ડર જીપ ગાડી સાથે પકડી દારૂ/બીયર બોટલ/ટીન નંગ-૨૮૮ કિ.રૂ.૬૩,૯૮૪/-, મોબાઇલ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/-વિગેરે મળી કુલ કિં.રૂ.૧,૭૮,૯૮૪/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
ઉપરોકત ટીમના માણસો તા.૧૩/૦૬/૨૦૨પ નારોજ ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખેરોજ બુબડીયાના છાપરા ત્રણ રસ્તા ખાતે જતા આ.પો.કો અનિરૂધ્ધસિંહ તથા ડ્રા.પો.કો રમતુજી નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, “ એક નંબર વગરની કમાન્ડર જીપની પાછળની સીટમાં કેટલાક ઇસમો રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કોટડા, લાંબડીયા થઇ ખેરોજ તરફ આવે છે.” જે બાતમી હકીકત આધારે ખેરોજ બુબડીયાના છાપરા ત્રણ રસ્તા રોડ ઉપર નાકાબંધી કરેલ દરમ્યાન લાંબડીયા તરફથી બાતમી મુજબની એક નંબર વગરની કમાન્ડર જીપ આવતા સરકારી વાહનની આડાશ કરી રોડ બ્લોક કરી રોકી ચેક કરતાં તેમાં ત્રણ ઇસમો હોઇ અને ગાડીમાં પાછળની સીટમાં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરની પેટીઓ ભરેલ હોય જે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન રાખવા અંગે પાસ પરમીટ માગતાં તે ન હોઇ ગાડીમાંથી મળી આવેલ વિદેશી દારૂ/બીયરની પેટી નંગ-૧૮ બોટલ નંગ-૨૮૮ કિ.રૂ.૬૩,૯૮૪/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા નંબર વગરની મહીન્દ્રા કમાન્ડર જીપ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ
કિ.રૂ.૧,૭૮,૯૮૪/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૦૯૦૦૩૨૫૦૨૫૯/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬પએઇ, ૮૧,૮૩ મુજબનો પ્રોહીબીશનનો કેસ કરવામાં આવેલ છે.

