બધું જ સાબિત વિડિઓ સ્ટ્રિંગ માં થઈ ગયું હતું...?બૂટલેગરની બદનક્ષી થઈ હતી કે પોલીસ કમિશનરની?

0


 વાસ્તવમાં બૂટલેગરની બદનક્ષી થઈ હતી કે પોલીસ કમિશનરની?

‘અમદાવાદ મીડિયા’ના જૈમિન ચાંદેગરાએ  29 જુલાઈ 2025ના રોજ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મંજુ ઠાકોર/ શૈલેષ ઠાકોરના દેશી દારૂના અડ્ડા પર જઈને સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. આ સ્ટિંગ ઓપરેશનમાં ડ્રોન દ્વારા દારુ ઢીંચનારાઓના દ્રશ્યો કેદ કરવામાં આવેલ. ડ્રોનનો ઉપયોગ કરેલ હોવાથી 13 દિવસની ધીરજ બાદ 11 ઓગસ્ટ  2025ના રોજ પત્રકાર સામે જાહેરનામાના ભંગ સબબ ઘાટલોડિયા પોલીસે FIR નોંધી હતી. ઘાટલોડિયા પોલીસને એટલાથી સંતોષ ન થયો એટલે પત્રકાર સામે 12 ઓગસ્ટ 2025ના રોજ BNS કલમ-329(4) (ગુનાહિત અપપ્રવેશ), 333 (નુકસાન, હુમલો અથવા ખોટી રીતે રોકી રાખવાની તૈયારી પછી ઘરમાં પ્રવેશ), 356(2) (બદનક્ષી માટે ખોટો આરોપ મૂકવો). 3(5) (ગુનો કરવાનો સામાન્ય ઈરાદો), 61(2) (ગુનાહિત કાવતરું) હેઠળ બીજી FIR નોંધી છે. ફરિયાદી છે બુટલેગર !


થોડાં પ્રશ્નો : [1] પત્રકારે બૂટલેગર મંજુ ઠાકોર/ શૈલેષ ઠાકોરના દેશી દારૂના અડ્ડા પર સ્ટિંગ ઓપરેશન કરેલ જે ખૂલ્લી જગ્યા હતી. પત્રકારે સ્થળ પર ઘાટલોડિયા પોલીસને બોલાવી હતી. પોલીસ આવ્યા બાદ પોલીસની હાજરીમાં પત્રકાર બુટલેગરના ઘરમાં ગયેલ. તેમાં ગુનાહિત અપપ્રવેશનો ગુનો કઈ રીતે બને? માની લઈએ કે ગુનાહિત અપપ્રવેશનો ગુનો બને છે તો તેમાં ગુનાહિત કાવતરાનો ગુનો કઈ રીતે બને? [2] મધુશાળાનો પર્દાફાશ 29 જુલાઈ 2025ના રોજ થયો. બુટલેગરને 14 દિવસ બાદ ખબર પડી કે મારી બદનક્ષી થઈ છે ! વાસ્તવમાં બૂટલેગરની બદનક્ષી થઈ હતી કે પોલીસ કમિશનરની? [3] સામાન્ય રીતે સત્તાપક્ષના નેતા આરોપી હોય તેવા કિસ્સામાં ફરિયાદ નોંધાવવા હાઈકોર્ટમાં જવું પડે છે, પરંતુ પોલીસે બુટલેગરની ફરિયાદ નોંધી છે. કેમકે બૂટલેગરની બદનક્ષી થઈ ! પોલીસને આમાં પ્રેસની સ્વતંત્રતાનો ભંગ થતો દેખાતો નથી ! આ કેવી માનસિકતા? [4] પોલીસે બુટલેગરની ફરિયાદ BNS કલમ-356(2) (બદનક્ષી માટે ખોટો આરોપ મૂકવો) હેઠળ નોંધી છે; એનો મતલબ કે પોલીસ બુટલેગરને નિર્દોષ માને છે. પોલીસ બુટલેગરને ક્લીન ચિટ આપે છે ! શું પોલીસની આ કામગીરી છે? શું પોલીસને નાગરિકોના ટેક્સના નાણાંમાંથી આ માટે પગાર ચૂકવાય છે? [5] પત્રકાર જૈમિન ચાંદેગરાનો વાંક એટલો જ કે તેમણે સરકારી શાળા પાસેની મધુશાળાનો પર્દાફાશ કર્યો ! આ વિસ્તાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભાનો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર છે. એટલે પોલીસ કમિશનર માને છે કે પત્રકારે મુખ્યમંત્રી તથા કેન્દ્રીય ગૃહમંત્રીનું અપમાન કર્યું છે ! અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહગ મલિક માનતા હશે કે સરકારી શાળા પાસેની મધુશાળા હોય તો તેમાં વાંધાજનક શું છે? [6] ઘાટલોડિયા પોલીસ ઈન્સ્પેકટર/ તેમના ACP/ DCP/ સેક્ટર જોઈન્ટ પોલીસ કમિશનર/ પોલીસ કમિશનરની કોમન સેન્સ મરી ગઈ હશે? રાજ્યના પોલીસ વડા/ ગૃહ સચિવ/ ગૃહમંત્રી ન્યાય કોને કહેવાય તે સમજી શકતા નહીં હોય? 


મધુશાળાનો પર્દાફાશ કરનાર પત્રકારને કોઈપણ રીતે જેલમાં પૂરવા અમદાવાદના પોલીસ કમિશનર તલપાપડ  થઈ ગયા છે. તેમને શરમ જેવું ન હોય તો જ આવું બની શકે ! 


તેમ છતાં, પત્રકાર જૈમિન ચાંદેગરાએ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકનો આભાર માનવો જ પડે કેમકે તેમણે નકલી એન્કાઉન્ટરમાં જૈમિન ચાંદેગરાનો જીવ લીધો નથી !

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)