એહવાલ _ક્રિષ્નવદનસિંહ પુવાર
અરવલ્લી બ્રેકિંગબાયડના રમાસ ગ્રામ પંચાયત વિસ્તાર પોલીસ આઉટ પોલીસ સ્ટેશન ચાલુ કરવા ગ્રામજનોની માંગ
બાયડના આંબલીયારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા રમાસ ગામમાં આઉટ પોલીસ સ્ટેશન બંધ થતાં અરજદારો ને ભારે હાલાકી
છેલ્લા ઘણા વર્ષો ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી પણ તંત્ર ઘોર નિંદ્રામાં
રમાસ ગામમાં આઉટ પોલીસ સ્ટેશન બંધ થતાં અરજદારો ને આંબલીયારા પોલીસ સ્ટેશનમાં જવા માટે મજબૂર બન્યા
અરજદારો ની માંગ સત્વરે ફરી એક વાર રમાસ ગામમાં આઉટ પોલીસ સ્ટેશન ચાલુ કરવામાં આવે
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રમાસ ગ્રામ પંચાયતમાં છેલ્લા ૧૫ વર્ષોથી આઉટ પોલીસ સ્ટેશન નું મકાન જર્જરીત હોવાના કારણે આંબલીયારા પોલીસ મથક ખાતે ખસેડવામાં આવતા રમાસ ગામના અંતરિયાળ ગામોના અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે ગામના અરજદારોએ લેખિત અને મૌખિક ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ આઉટ પોલીસ સ્ટેશન બંધ હોવાના કારણે જાગૃત અરજદારોની માંગ છે કે તાત્કાલિક ધોરણે રમાસ આઉટ પોલીસ સ્ટેશન ચાલુ કરવામાં આવે તો અરજદારોને પાયાની સગવડ મળી રહેશે

