અસલાલી પોલીસે નશાકારક ગાંજાનું વેચાણ અને હેરાફેરી કરતાઝડપી પાડતી અસલાલી પોલીસ "

0

અહેવાલ:શંભુભાઈ લીંબચિયા ધોળકા

અસલાલી પોલીસે નશાકારક ગાંજાનું વેચાણ અને હેરાફેરી કરતા ઈસમને ૧૨૬ કીલો ગાંજો ( કુલ કિ.રૂ. ૧૨,૬૪,૯૫૦ ) સાથે ઝડપી પાડતી અસલાલી પોલીસ "

પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધી ચૌધરી સાહેબ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ અમદાવાદ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં નશીલા પદાર્થીની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ યુવાધનમાં નશીલા પદાર્થોનુ સેવન થતુ અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોય.જે સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિલમ ગોસ્વામી સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓએ કડક કાર્યવાહી કરવા જણાવેલ હોય. આજરોજ તા-૨૦/૦૯/૨૦૨૫ નારોજ એ.એસ.આઈ રોહિતકુમાર રમણલાલ નોકરી અસલાલી પોલીસ સ્ટેશનનાને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ અને આધારભુત બાતમી આધારે “પ્રતાપ અલકાભાઈ જાતે.બગોરા રહે.મ.નં.૧૮ હરીકૃપા સોસાયટી, અશ્વીનભાઈ ચાવડાના મકાનમાં, બારેજાગામ તા.દસ્ક્રોઈ જી.અમદાવાદ વાળાને તેના હવાલાવાળી આઈસર ગાડી પોતાના ઘરની નજીક સોસાયટીમાં પાર્ક કરેલ હતી. તે આઈસર ગાડીમાંથી ગાજો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ આવેલ જેની ખાતરી કરવા સારુ એફ.એસ.એલ અધિકારીશ્રીને બોલાવી પરીક્ષણ કીટ વડે ટેસ્ટીંગ કરતા વનસ્પતીજન્ય નશાકારક માદક પદાર્થ ગાંજો હોવાનું જણાઈ આવેલ છે. જેથી, સદર ગાજાનો વજન કરતા ૧૨૬ કિલો ૪૯૫ ગ્રામ જેની કુલ કિ.રૂ. ૧૨,૬૪,૯૫૦/- નો ગે.કા વગર પાસ પરમીટે મુદામાલ મળી આવતા કબજે કરી પકડાયેલ ઈસમ વિરૂધ્ધ અસલાલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


પકડાયેલ આરોપી પ્રતાપ અલકાભાઈ જાતે.બગોરા રહે.મ.નં.૧૮ હરીકૃપા સોસાયટી, અશ્વીનભાઈ ચાવડાના મકાનમાં, બારેજાગામ તા.દસ્કોઈ જી.અમદાવાદ

વોન્ટેડ આરોપી (૧) મહેશ રાવળ રહે.બારેજાગામ તા.દસ્કોઈ જી.અમદાવાદ (૨) જતીન દેવમુરારી રહે.રાજકોટ (૩) પિન્ટુભાઈ રહે.ઓરિસ્સા સંબલપુર જીલ્લાની બાજુમાં અંગુલ (૫) તથા પોલીસ તપાસમા મળી આવે તે

કબજે કરેલ મુદામાલ (૧) માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજો ૧૨૬.૪૯૫ કીલોગ્રામ કુલ કિ.રૂ.- ૧૨,૬૪,૯૫૦/- (૨) ટોટલ વેસ્ટેજના મીણીયાના કોથળો કુલ વજન ૫.૧૦૦ કીલોગ્રામ કિંમત રૂપિયા 00/- (૩) એક ઓપ્પો કંપનીનો CPH2579 મોડલનો મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.- ૫૦૦૦/-(૪) આઈસર ગાડી આર.ટી.ઓ રજીસ્ટ્રેશન નં.GJ-18-BW-6076 ની કિ.રૂા.૨૫,૦૦,૦૦૦/-(4) 1400 type 4 layer paperboard production line (Parts of the machinery) Board Overpass Conveying device with Accessories મશીન કિ.રૂા. ૫,૫૪,૬૦૦/- કુલ કિંમત રૂપિયા = ૪૩,૨૪,૫૦૦/-
 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)