હિંમતનગરના નવા ગામનાં ગિરીશભાઈએ વ્યાજખોરો ના ત્રાસથી જુલાઈ 2019 માં સેલફોસની ગોળીઓ ખાઈ જીવન ટુંકાવ્યું હતું મૃતક ગિરીશભાઈ એ સ્યુસાઈડ કરતાં પહેલાં 100ના સ્ટેમ્પ પેપર પર સ્યુસાઈડ નોટ લખી એ ડીવીઝન પોલીસને આરપીએડી થી મોકલી હતી.
હિંમતનગરના નવા ગામના શખ્સે વ્યાજખોરો અને મળતીયાઓ પાસેથી નાણાં લઈ પરત ન કરનાર કુલ 12 શખ્સોના ત્રાસથી નાસીપાસ થઈ જતાં ₹100ના સ્ટેમ્પ પેપર પર તમામ વિગતો લખી આરપીએડીથી એ ડિવિઝન પોલીસને મોકલ્યા બાદ રાત્રે સેલફોસની ગોળીઓ ગળી જઈ જીવન ટૂંકાવી લેવાના કિસ્સામાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે. તા.18-09-25ના
રોજ તમામ 12 આરોપીઓને મરવા સુધીનું દબાણ કરવા બદલ તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સજાનો હુકમ કરતાં વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.નવા ગામના ગીરીશભાઈ પ્રજાપતિએહિંમતનગરના કિરીટભાઈ.જી.શાહ,કનુભાઈ.ડી.પટેલ,હરીશભાઈ. એમ.પટેલ,અંકુશસિંહ.પી. રહેવર, પ્રેમસિંહ.ડી.સિસોદિયા કમલેશભાઈ બી.પટેલ અને દ્વારકાદાસ એન.પટેલ પાસેથી ઊંચા વ્યાજે નાણાં મેળવ્યા હતા અને ઊંચુ વ્યાજ વસૂલવા પઠાણી ઉઘરાણી કરી સતત ત્રાસ આપી રહ્યા હતા. મહોબતસિંહ.જે.ઉદાવત અને પૂંજાભાઈ.સી.રબારીએ ગીરીશભાઈ સાથે કોઈ નાણાંકીય વ્યવહાર કરેલ ન હોવા છતાં ગીરીશભાઈને નાણાંની ઉઘરાણી કરી ત્રાસ આપી રહ્યા હતા. તથા અરવિંદભાઈ.કે.રબારી, વિનોદભાઈ.એ.પંચાલ શૈલેષકુમાર.સી.પંચાલને ગીરીશભાઈએ નાણાં આપ્યા હોવા છતાં ત્રણે જણાંએ નાણાં
પરત ન કરી હેરાન પરેશાન કરી મૂક્યા હતા.તમામ શખ્સોના ત્રાસથી વાજ આવી ગયેલ ગીરીશભાઈએ તા.5-07-19ના રોજ સ્યૂસાઈડ નોટ લખી આરપીએડીથી એ ડિવિઝન પોલીસને મોકલી આપી હતી. તે જ દિવસે રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે પોતાના ઘેર જ જીવન ટૂકાવવાના આશયથી સેલફોસની ગોળીઓ ગળી ગયા હતા અને સારવાર અર્થે સિવિલ માં ખસેડાયા બાદ મોત થતાં મૃતકની પત્ની કંચનબેને તમામ
12 જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.મદદનીશ જિલ્લા ઈ સરકારી વકીલ વિક્રમસિંહ પરમારે જણાવ્યું કે મરવા સુધીનું દુષ્પ્રેરણ કરવા અંગેનો કેસ કમિટ થઈ આવતાં એફએસએલ, મેડિકલ રિપોર્ટ,હેન્ડરાઇટિંગ એક્સપર્ટ સાક્ષીઓ વગેરે રજૂ કરતાં હિંમતનગર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ ક સેશન્સ જજ કે.આર.રબારીએ તા.18-09-25ના રોજ તમામ 12 આરોપીને આઈપીસી 306 અને 114 ના ગુનામાં તકસીરવાન ઠરાવ્યા હતા.

