તા _૧૮/૧૧/૨૦૨૪ સોમવાર
હિંમતનગર માં ચાલતા સ્પા સેન્ટર માં ખરેખર શું ચાલી રહ્યું છે તેની તપાસ કરવી કોણી જવાબદારી..?અનેક શહેરોમાં પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે અનેક સેન્ટરનો પર્દાફાશ થયા હિંમતનગર માં ક્યારેય થશે?
અનેક જીલ્લા ઓ માં નાના-મોટા સ્પા સેન્ટર આ કામમાં લાગેલા છે. સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતા આ લોકો લાખો રૂપિયા કમાય છે. તેઓ પહેલા ગ્રાહકને મસાજના બહાને અંદર બોલાવે છે, પછી તેમને સેક્સ સર્વિસ વિશે જણાવે છે. ધીરે ધીરે આ રીતે તેઓ તેમના નિયમિત ગ્રાહકો બનાવે છે. સ્પાના નામે સરળતાથી સેક્સ સર્વિસ મેળવ્યા બાદ આ ગ્રાહકો તેમની સાથે કાયમ માટે જોડાઈ જાય છે અને વધારે પૈસા ખર્ચવામાં પણ અચકાતા નથી. લાયસન્સ હોય છે સ્પાનું અને કામ ચાલતું હોય છે દેહવ્યાપારનું!
શહેરોમાં ઠેર ઠેર ચાલતા સ્પા સેન્ટર્સ ક્યાંક તમારા પરિવારને બરબાદ ના કરી દે?
સ્પાનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આખા દેશમાં સ્પાના નામે સેક્સ સેન્ટર ચાલી રહ્યા છે. સ્પાના નામે છોકરા-છોકરીઓ મોજમસ્તી કરી રહ્યા છે અને તેને ચલાવનારાઓ કમાણી માટે શાળા-કોલેજના સ્ટુડન્ટ્સને બરબાદ કરી રહ્યા છે. સ્પા સેન્ટરની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે અને અંદર બંધ રૂમોમાં દેહવ્યાપારનો કાળો ધંધો ચાલી રહ્યો છે તંત્ર એ જાગી યુવાન પેઢી ને ખોટાં રસ્તે જતી અટકાવવા ની જરૂર છે
Editor_Chauhan Vihusinh M.
