રિપોર્ટર : જીતુભા રાઠોડ પ્રાંતિજ
પ્રાંતિજ નાનીભાગોળ કહારવાસ મા મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી બાળકીને લાગ્યો વિજકરંટ... મકાન પાછળ થી પ્રસાર થઈ રહેલ અગિયાર હજાર કેવી ની વિજલાઇનમા ફસાયેલા પતંગને ઉતારવા નો પ્રયાસ કરતા લાગ્યો વિજકરંટ..બાળકી ને વિજકરંટ લાગતા મકાનના ધાબા ઉપર બાળકી ના બન્ને હાથ પગ પેટ બળી ભથ્થુ થઈ છુટુ પડી ગયું...અન્ય બાળકોએ બુમાબુમ કરતા પરિવાર સહિત આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા બાળકીને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ ખાતે લઈ જવામા આવી હતી, હાજર તબીબ દ્રારા મૃત જાહેર કરી ....મુતક બાળકી છાયાબેન રાજુભાઇ મકવાણા પ્રાંતિજ ખાતે આવેલ ગુજરાતી શાળા મા ધોરણ-૬ મા અભ્યાસ કરતી હતી....
પ્રાંતિજ પોલીસને જાણ થતાં અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

